અમરેલી- ધારી ગીરના માર્ગ પર સિંહની શાહી સવારી જોવા મળી

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલીના ધારી ગીરના માર્ગ પર સિંહની શાહી સવારી જોવા મળી હતી.

Amreli- A royal ride of a lion was seen on the way to Dhari Gir

ધારીના અમરેલી રોડ પર ભર બપોરે ડાલામથ્થો સિંહ નીકળ્યો હતો. રોડ ક્રોસ કરીને ઝર ગામનામાર્ગ પર સિંહ રવાના થયો હતો. બપોરના સુમારે ડાલામથ્થા સિંહની શાનદાર લટાર મોબાઈલમાં કેદ થવા પામી છે. સ્ટેટહાઇવે પર સિંહ નીકળતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. વાહનોની પરવાહ કર્યા વિના સિંહે રોડ ક્રોસ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Share This Article