ભરુચ- આમોદના લક્ષ્મીનારણ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

Subham Bhatt
1 Min Read

ભરુચના આમોદના લક્ષ્મીનારણ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો, ૧૪૯ વર્ષ જુનાં મંદિરનો ત્રણ વર્ષ પહેલાંપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, કોરોના કાળમાં બે વર્ષ બંધ રહેલો પાટોત્સવ ત્રીજા વર્ષે ભક્તિમય વાતાવરણમાંઉલ્લાસભેર ઉજવાતા ભક્તો આનંદ છવાયો, તૃતીય પાટોત્સવ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. આમોદનાકાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારણ મંદિર ૧૪૯ વર્ષ જૂનું હતું જેનો ૨૦૧૯ માં લક્ષ્મીનારણ ભગવાનની નૂતન પ્રાણપ્રતિષ્ઠા કરી મહોત્સવ ઉજવાયો હતો પરંતુ કોરોના કાળના કપરા બે વર્ષમાં સરકારની ગાઈડલાઈન મુજબ પાટોત્સવ બંધ રહ્યોહતો.જયારે આજે તૃતીય પાટોત્સવની સમસ્ત કાછીયા સમાજ દ્વારા ધામધૂમથી ભક્તિમય વાતાવરણમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળતો હતો.

Bharuch- Third Patotsav of Laxminarayan temple of Amod celebrated with fanfare

તૃતીય પાટોત્સવ નિમિતે સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યુંહતું.તેમજ ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો.પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્વાનપંડિતોએ વિવિધ મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરતાં ભક્તિમય માહોલ બનાવી દીધો હતો.મહાયજ્ઞમાં ૧૧ દંપતિઓએલક્ષ્મીનારણ ભગવાનની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ સાંજે પાંચ કલાકે મહાયજ્ઞમાં શ્રીફળ હવન કરવામાંઆવ્યું હતું.શ્રીફળ હવન બાદ લક્ષ્મીનારણ ભગવાનની આરતી કરવામાં આવી હતી.અને યજ્ઞની પુર્ણાહુતી બાદ વિવિધભક્તિસભર ભજનોના તાલે બહેનો ઝૂમી ઉઠી હતી.અને ગરબા પણ રમ્યા હતાં.ત્યાર બાદ સાંજે ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો…

Share This Article