
ભરુચ જિલ્લાના નેત્રંગનાં શ્રી જૈન દેરાસરમાં ૫૦મો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો હતો. તાજેતરમાં શ્રી જૈન દેરાસરનેત્રંગમાં ૫૦ મો ધ્વજારોહણ મહોત્સવ પ.પૂ.ચંદ્રશેખર વિજયજી મહારાજના પ્રશિષ્ય પ.પૂ.મુનિ. રાજહંસ વિજયજી મારાજસાહેબની નીશ્રામાં ઉલ્લાસ પૂર્વક ઉજવાયો. પંચકલ્યાણકપૂની શ્રી અઢારઅભિષેક તથા સ્નાત્ર મોહોત્સવ સહીત ધ્વજારોહણખૂબજ ઉલ્લાસ પૂર્વક થયો. ધજાના લાભાર્થી પુષ્પાબેન પટવા પરિવાર દ્વાર ખૂબજ ધામધૂમથી મહોત્સવ પૂર્ણ થયો. ચાર દિવસ પ.પૂ.મુનિ. રાજહંસ વિજયજી મારાજ સાહેબ નાં પ્રવચનો થયા. ખુબ સારી સંખ્યમાં શ્રોતાઓએ આ પ્રવચનો નો લાભ લીધો. આજે પૂ.શ્રી નો વિહાર બારડોલી થઈ મુંબઈ ચાતુર્માસ અંગે વિહાર થયેલ છે.
