અમરેલી- અમરેલી ખાતે ભાજપની કારોબારીની બેઠક મળી

Subham Bhatt
1 Min Read

અમરેલી શહેરમાં ભાજપ દ્વારા કારોબારીની બેઠક મળી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેકટર સ્વ. ચંદુભાઈ સંઘાણીનુંનિધન થતાં શોક પ્રગટ કરી 2 મિનિટનું મોન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનોનેભાજપના ખેસ પહેરાવી આવકારી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો છે ત્યારે સહકારી પ્રવુતિમાં નામ રોશન કરનાર દિલીપભાઈ સંઘાણીને વિશ્વની સૌથી સહકારી સંસ્થા ioac ના નામાંકન ભરવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દ્વારા અમરેલી નગરપાલિકાની ટીમની કામગિરિને બિરદાવવામાં આવી હતી

Amreli- BJP executive meeting was held at Amreli

તેમજ આગામી તા.28 મી રોજ સૌરાષ્ટ્રની પાવનધરા આટકોટમા શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલના લોકાર્પણ પ્રસંગે પધારી રહેલા દેશના
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા ભાજપ અને શહેર ભાજપની બેઠકનુ આયોજનકરવામાં આવ્યું. હતું અને કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન અમરેલી શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લાભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન મુકેશભાઈ સંઘાણી, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, મૌલિકભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, પૂર્વ જિલ્લા ભાજપનાં પ્રમુખ દિનેશભાઈ પોપટ,મેહુલભાઈ ધરજીયા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી ભાવનગર ગોંડલીયા,અલકાબેન ગોંડલીયા અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેલ

Share This Article