પંચમહાલ- હાલોલની રાધે ઉપવન સોસાયટી તસ્કરો ત્રાટક્યા

Subham Bhatt
2 Min Read

પંચમહાલના હાલોલ ટોલનાકા સર્કલ પાસે આવેલી રાધે ઉપવન સોસાયટીમાં રહેતા રીતેષ સુભાષચંદ્ર જૈન ગતરાત્રે પોતાનાઘરની બહાર સૂતા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ ઘરના પાછળના રૂમના દરવાજાનો લોક તોડી ઘરમાં ઘૂસી સોનાનાદાગીના હતા રોકડ સહિત અઢી લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા જેની જાણ મકાન માલિક દ્વારા હાલોલ પોલીસનેકરવામાં આવી હતી.હાલોલ શહેરના છેવાડે આવેલી રાધે ઉપવન સોસાયટી ના ઘર નંબર 36 મા રેહતા રિતેષ સુભાષચંદ્ર જૈન ઘર બહાર સૂતા હતા તે દરમિયાન સિક્યુરિટી રાઉન્ડ મારવા માટે નીકળ્યો હતો જ્યાં ઘર પાસે એક યુવાને ઊભેલો જોતાં તેનીનજીક જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચોર ઇસમે ગાર્ડ અને પથ્થર મારતા જોરથી બૂમો પાડી હતી બૂમો સાંભળી ઘર બહાર સૂતેલા રિતેષ જેને ઘરમાં તપાસ કરતા ઘરના દરવાજાનું લોક તૂટેલું હતું

Panchmahal- Halol's Radhe Upavan Society smugglers struck

તથા ઘરની તિજોરી નો સામાન વેર વિખેર હતો તેનીતપાસ કરતાં સોનાના દાગીના તથા રોકડ રકમ ગાયબ હતી તેથી રાત્રિના સમયે તાત્કાલિક પોલીસને ટેલિફોનિક જાણ કરવામાંઆવી હતી સ્થાનિકો દ્વારા રાધે ઉપવન સોસાયટી ના બિલ્ડરે કોઈપણ જાતની સુરક્ષા આપવામાં આવેલ નથી સીસીટીવી પણલગાવવામાં આવ્યા નથી સોસાયટીની બાજુ ખુલ્લા ખેતરો છે જેમાંથી કોઈપણ ચોર તત્વો આસાનીથી સોસાયટી માં પ્રવેશી શકેછે તેવા આક્ષેપો કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ સોસાયટીમાં ચોરીના બનાવ બને છે પરંતુ આ ઘટનાને બહાર આવવા દીધી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Share This Article