ભરુચ- આમોદ નગરપાલિકાના ભાજપના ૪ નગરસેવકોએ આપ્યા રાજીનામાં

Subham Bhatt
2 Min Read

ભરુના આમોદ નગરપાલિકાના ભાજપના ૪ નગરસેવકોએ સભ્યપદેથી પોતાના વોર્ડમા કામો થતા નહી હોવાના આક્ષેપોતેમજ પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે વિકાસના કામોની ગ્રાન્ટ પરત ગઈ હોવાના આક્ષેપ સાથેસામુહિક રાજીનામા આપતા આમોદ પંથકમા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. આમોદ નગરપાલિકાના સત્તાધારી ભાજપનાવોર્ડ નંબર ૬ ના નગરસેવક કમલેશભાઈ સોલંકી,વોર્ડ નંબર ૩ ના રમેશભાઈ વાધેલા,વોર્ડ નંબર ૪ ના રણછોડભાઈ રાઠોડ તથાનગરસેવિકા કૈલાસબેન વસાવાએ આજ રોજ પોતાના સભ્યપદેથી એકસાથે રાજીનામા ધરી દેતા આમોદ નગર સહિત પંથકમાચકચાર વ્યાપી ગઈ હતી.ચારેય આમોદ પાલિકાના સદસ્યોએ આપેલ રાજીનામામાં તેઓએ પાલિકાના સત્તાધિશો વિરૂધ્ધ આક્ષેપકરતા જણાવ્યુ હતુ કે અમારા વોર્ડના વિસ્તારમા જાહેરહિતના પ્રાથમિક જરૂરિયાતના લાઈટ, ગટર, પાણી, સફાઈ જેવા કામો પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખથી થઈ શકતા નથી

4 BJP corporators of Bharuch-Amod municipality resigned

.તેમજ સરકાર તરફથી આવતી વિકાસના કામોની લાખો રૂપિયાની ગ્રાન્ટોબેદરકારીભર્યા વહીવટના કારણે પરત જતી રહી હોય જેના કારણે અમારા ઉપર વિશ્વાસ રાખતી નગરની તથા અમારા વોર્ડનીજનતાના કામો ન થવાથી અમારા પ્રત્યે નારાજગી વધી રહી છે.તથા અમારી રજુઆતોને ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરીનેઅમો પછાતજાતિના પ્રતિનિધિઓનુ પ્રભુત્વ નગરમા વધી ના જાય તેવા ઈરાદાથી અમારા વોર્ડના કામો અમારી રજુઆતોનાકામો કરાતા નથી.પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે નગરજનોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસમા ખરાનહી ઉતરતા અમે સદસ્યો વોર્ડના તથા નગરના જાહેર હિતમા પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપીએ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામા ૨૪ સભ્યોનુ સંખ્યાબળ છે.જેમા ભાજપના ૧૪ તથા ૧૦ અપક્ષ સદસ્યો હતા.તે પૈકી ભાજપના ૪ સદસ્યોએ આજે સામુહિક રાજીનામા ધરી દેતા હવે આમોદ નગરપાલિકામા ભાજપના ૧૦ તથા અપક્ષ ૧૦ સભ્યો રહયા છે…

Share This Article