
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડવા સમય નથી મળતો અને મદ્રેસાનું ડીમોલેશન કરવા પોલીસફોર્સ સાથે મ.ન.પા ની બાહોશ ટીમ પહોંચી કામગીરી હાથ ધરી હતી. એક તરફ શહેરભરમાં બિલ્ડરો અને શહેરી વિકાસ નાનપટઅધિકારીઓના પાપે ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યો છે ફક્ત સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ વિભાગ દ્વારાગેરકાયદે બાંધકામો ઉપર નોટીસ આપવાનો ખેલ કરી બિલ્ડરને બચાવી લેવાય છે. ત્યાં ડી.કે.એમ હોસ્પિટલ પાસે આવેલા બે માળ ના મદ્રેસાનું સુરત મહાનગર પાલિકા દ્વારા પોલીસ ફોર્સ સાથે રાખી મ.ન.પા ની બાહોશ અધિકારીઓની ટીમેડિમોલિશનની કામગીરી સાંભળી હતી પરંતુ તે જ વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા જાહેર રસ્તા ઉપર ઉભી કરવામાં આવેલી દિવાલોદૂર કરવા કેમ હાથ ધુજી રહ્યા છે. એ શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદે દિવાલો દૂર કરશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી વાત રહેશે.
