બનાસકાંઠા-108 પાઇલોટ. અને. ઇ એમ ટી ને સન્માન એવોર્ડ એનાયત

Subham Bhatt
2 Min Read

૨૬મી મે “પાઇલોટ દિવસ” તરીકે ઊજવાય છે અને આ દિવસે જી.વી.કે.ઇ.એમ.આર.આઇ દ્રારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવાબદલ તેમનું સન્માન કરવામાં આવે છે. કોઇપણ કટોકટી સમયે, પર્ત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઇમરજ્ન્સી રીસપોન્સCPR, ફાયરફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે, ઇ.એમ.ટી ની સાથે સાથે, પીડીતને સલામતી થી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટ ની ભુમિકા મહત્વની છે. કટોકટી ના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે જેમકે પીડીત ને સલામતી થી એવી રીતે પરિવહન કે ખસેડવાં કે જેનાથી તેમને
કોઇપણ ઇજા કે હાનિ પહોચે નહી. સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યુ નિયંત્રણ કરવું પણ એપાઇલોટ નું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજ્જ ટેક્નોલોજી અનેસ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ૨૬મી મે, કટોકટી સમયે, મહામુલીમાનવજીદંગી બચાવનારા પાયલેટને સર્મપિત છે કે જેઓ મુશ્કેલભર્યો માર્ગ, માર્ગની પિરિસ્થિત, સમય, વાતાવરણ અને સ્થળ પર ની કપરી પિરિસ્થિત ને પહચી વળવા સક્ષમ અને કટ્ટીબધ્ધ છે

Banaskantha-108 Pilot. And. EMT awarded honorary award

આ સેવાને બીજી સેવાઓ કરતાં અલગ પાડે છે ૧૦૮ ટીમ નો અદ્મ્ય ઉત્સાહ, અખંડીતતા, સહાનુભુતિ, પ્રયોજન અને વહીવટી કુશળતા કે જે સ્પષ્ટપણે દ્રશ્યમાન અને ચર્ચાય છે. આ પ્રસંગે જશવંત પ્રજપતિ,ચીફ ઓપરેટીંગ ઓફીસર, જી.વી.કે.ઇ.એમ.આર.આઇ -૧૦૮, એ જણાવ્યુંકે “૧૦૮ એમ્બ્યુલન્સ ના ચાલક ને જી.વી.કે ઇ.એમ.આર.આઇ. એ “પાઇલોટ” નું બિરૂદ આપેલ છે કે જે એમ્બ્યુલન્સ માત્ર ચલાવતો નથી પરંતુ સાથે સાથે ઉચ્ચ કોટી ની કટીબધ્ધતા, સમપર્ણ ની ભાવના અને અનોખી જીવનરક્ષક જવાબદારી અદા કરે છે. તેઓ સત્વરે અને સલામતીથી ઇમરજન્સી ઘટના સ્થળ પર પહોચી ને જીવન અને મુત્યુ ના અંતર વચ્ચે સેતુ બને છે. તેઓ મહામુલી જીવન બચાવવા માટે ઇ.એમ.ટી ને પણ મદદરૂપ થાય છે અને ઇ.એમ.ટી ને પડતી અડચણો પણ દુર કરે છે. અમુલ્ય જીવન બચાવતાં તેઓ ને અનહદ સંતોષ મળે છે કે જે તેમને તે બાબતનો ઉત્સાહ પુરો પાડે છે. આપણે સૌ એ આવી વ્યક્તિઓ કે જે કટોકટીના સમયે મદદ પુરી પાડવાની પ્રશંસનીય કામગીરી કરે છે તે બદલ દીલ થી તેમનો આભાર માનવો જોઇએ.

Share This Article