બનાસકાંઠા- ડીસાના કૂંપટ ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો

Subham Bhatt
2 Min Read

બનાસકાંઠામાં ડીસાના કૂંપટ ગામે આજે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગામમાંવરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ બંદોબસ્ત માટે પહોંચેલીપોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેથી ત્રણ પોલીસકર્મીને ઈજા પહોંચતા તેઓને સારવારમાટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે તાલુકા પોલીસ પર હુમલોથયો હોવાની ઘટના બની છે. કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. લગ્નમાં અન્ય સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં ઠાકોર સમાજના યુવકે વરઘોડો કાઢ્યોહતો. જેને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળેપહોંચી બંને જૂથને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

Banaskantha: A mob attacked police in Kumpat village of Deesa

આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા ત્રણ પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક પ્રથમ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે
સારવાર માટે ખસેડાયા હતા. આ હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળેપહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળહાથ ધરી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, કુપટ ગામે આજેબેતાલીસ ઠાકોર સમાજમાંથી એક પરિવારના લગ્ન હતા. તેમાં યુવકનો વરઘોડો નીકળી રહ્યો હતો. જેમાં પોલીસ બંદોબસ્ત પણ રાખેલો હતો. સામે પાલવી ઠાકોરો હતા એમને એવું લાગ્યું હતું કે, આ વરઘોડો આ જગ્યાએથી ના નીકળવો જોઈએ જેથી કરીને ગામ લોકોના માણસો ભેગા થયાં હતા. જેમાં એક નાનો પથ્થરમારો થતા પોલીસની બે ગાડીના કાચ તૂટેલા છે. હાલમાંપરિસ્થિતિ ખુબ શાંત છે જે લોકોએ પથ્થર મારો કર્યો હતો એમની પોલીસે અટકાયત કરી છે એના પર ગુનો પણ નોંધવામાં આવ્યો છે. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી કોઈ ઘાયલ નથી થયાં જે લોકોને પથ્થર લાગ્યો હતો તેઓને પણ ખાસ કોઈ ઈજા થઈ નથી.

Share This Article