બનાસકાંઠા- મજાદર ગામના યુવાને પેન્ટીગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

Subham Bhatt
2 Min Read

મન હોય તો માળવે જવાય એ કહેવત ને સાર્થક કરતો મજાદર ગામનો યુવાન કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છંતાપણ માં બાપ ના સપના પુરા કરવા માટે અથાગ મહેનત કરી પોતાની રૂચી ના વિષય પેન્ટીગમાં યુનિવર્સિટી માં અવ્વલ આવીગોલ્ડ મેડળ મેળવ્યો હતો. વડગામ તાલુકાના મજાદર ગામ ખાતે રાહત પરા વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરી ગુજરાનકરતાં ધર્માભાઈ બાવળેચા ના સૌથી નાના પુત્ર અર્જુન બાવળેચા એ 2014 માં પોતાની રૂચી મુજબ ઉત્તર ગુજરાત ની એકમાત્ર એમ.એ.પરીખ ફાઈનાર્ટસ કોલેજ પાલનપુર માં પેન્ટીગ વિભાગ માં એડમિશન લીધેલું અને તેમના પરિવાર તથા તેમના પ્રોફેસરનરેન્દ્ર પટેલ અને વૈશાખી પટેલ ની ગાઈડલાઈન મુજબ ખૂબ મહેનત કરી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 2018 ની બેચ માટે ગોલ્ડ મેડલ માટે પસંદગી પામેલા

Banaskantha- Youth of Mazadar village got gold medal in painting

જેમાં તેમને તારીખ:-27/05/2022 ને શુક્રવાર ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,સંત શ્રીજ્ઞાનવત્સલ સ્વામી, ડો.નાથાલાલ પટેલ,ઋષિકેશ પટેલ, કિર્તિસિંહ વાઘેલા, ભરતસિંહ ડાભી,રજનીભાઈ પટેલ,જે.જે.વોરાતેમજ યુનિવર્સિટી ના સ્ટાફગણ દ્વારા H.N.G.U યુનિવર્સિટી પાટણ ખાતે ગોલ્ડમેડલ મળતા પરિવાર તથા સમાજ માં ખુશી નીલાગણી પ્રસરી જવા પામી હતી હાલમાં તેઓ બરોડા એમ.એસ.યુનિવર્સિટી ખાતે પેન્ટીગ વિભાગ માંથી માસ્ટર ડીગ્રી મેળવી છેઅને પાલનપુર સ્થિત વિધ્યામંદિર ખાતે જૈન શિશુ શાળામાં પેન્ટીગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.ગોલ્ડમેડલ મળવા ને લઈ સમાજ ના આગેવાન બાબુભાઈ જગાણિયા દ્વારા તેમને બુકે,શાલ, પુસ્તક અને બાબાસાહેબ આંબેડકર નું સિલ્ડ આપી સન્માનિત કરાયા હતા અને ગામ તેમજ સમાજ દ્વારા તેમની સિધ્ધિ ને બિરદાવવા માં આવી હતી..

Share This Article