પંચમહાલ-ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ સહિતનું લોકાર્પણ કરાયું

Subham Bhatt
2 Min Read

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નાં વરદ હસ્તે ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલજિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું ,તેમજ મહારાષ્ટ્ર નાં માલેગાવ અને મધ્યપ્રદેશનાંઉજ્જૈન ખાતે નાં પણ પંચામૃત ડેરીના પ્લાન્ટના ઇ લોકાર્પણ અને ઈ શિલાન્યાસ અમિત શાહ નાં હસતે કરવામાં આવ્યું આંપ્રસંગે કોંગ્રેસ પર નિશાના સાધી obc સમાજ માટે નરેન્દ્ર મોદી સરકારે મોટાં સુધારા કર્યા હોવાનો દાવો કર્યો તો બીજી બીજીતરફ અમિત શાહ ની ઉપસ્થિતિમાં ડેરીના પશુપાલકોને એક મોટી ભેટ આપવામાં આવી હતી પશુ પાલકોને પ્રતિ કિલો ફેટમાંરુપિયા 30,નો વધારો કરવામાં આવયો જેની જાહેરાત પંચમહાલ ડેરી ના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા સભા મંચ પરથીકરવામાં આવી હતી પશુપાલકોને 730 ની બદલે હવે 760 પ્રતિ કિલો ફેટના ચૂકવવામાં આવશે વધારા સાથે ના નવા ભાવ ૧જૂનથી અમલમાં મુકાશે.

Inauguration of Panchamrut Dairy Oxygen Plant at Panchmahal-Godhra

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ પશુપાલકો માટે ખુબ મહત્વનો હોવાનુંપંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડને જણાવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય કેબિનેટમંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમને લઇ ગોધરા લુણાવાડા હાઇવે નજીક પોપટપુરા ચોકડી પાસેના મેદાન ખાતે વિશાળ ડોમમાં તૈયાર કરવામાં આવ્યોહતો જેમાં 1 લાખથી વધુ પશુપાલકો, સભાસદો તેમજ નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીના કાર્યક્રમને લઈને ગોધરા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો 3 એસપી, 12 ડી વાય એસ પી, 22 પી આઈ , 64 પીએસઆઇ અને 1300 પોલીસ કર્મીઓ ખડે પગે બંદોબસ્તમાં જોડાશે. હતા

Share This Article