પંચમહાલ- BAPS સ્વામિનારાયણ મંદિરના બાળ મંડળના બાળસેવક દ્વારા વ્યસનમુક્તિ અભિયાન હાથ ધર્યું

Subham Bhatt
2 Min Read

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સમગ્ર ભારત વર્ષમાં "વ્યસનમુક્તિ અભિયાન " જોર શોરમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત હાલોલ નગરના ગોધરા બાયપાસ રોડ પર નિર્માણાધીન શ્રીBAPS સ્વામિનારાયણ મંદિરના બાલ મંડળના બાળસેવકો પણ સ્વયં આ અભિયાનમાં જોડાયા છે જેમાં આ બાળસેવકો લોકોમાંવ્યસનથી થતાં દૂષણ અંગે નગરના વિવિધ વિસ્તારો સહિત વિવિધ કચેરીઓમાં ફરીને લોકોને માહિતી આપી રહ્યા છે તેમજવ્યસન મુક્ત જીવન જીવવા લોકોને સમજાવી રહ્યા છે.હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં તમામ બાળકો વેકેશન પડે કે તરતજ ફરવા જવાનું કે રમત ગમત સહિતના અન્ય કાર્ય કરતા હોય છે તેવામાં શ્રી BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળસેવકબાળકો વ્યસન મુક્તિના અભિયાનમાં જોડાયા છે અને લોક કલ્યાણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે

Panchmahal-BAPS Swaminarayan Mandir's Bal Mandal's Balsevak conducts de-addiction campaign

જેમાં આ અભિયાનમાં બાળકોદિવસમાં લગભગ ૫ કલાક જેટલા સમય સુધી વ્યસન મુક્તિ ના કાર્યમાં જોડાય છે જેમાં તેઓ વ્યક્તિગત, સામૂહિક તેમજ જાહેરસંપર્ક કરે છે, આ નિમિત્તે નગર ના વિવિધ જાહેર સ્થળો તેમજ સરકારી અને ખાનગી કચેરીઓમાં વ્યસન મુક્તિ પર પ્રદર્શનગોઠવી બાળ સેવકો લોકોને વ્યસનથી થતા નુકશાન અંગે માહિતગાર કરી ધૂમ્રપાન, ગુટખા, દારૂ, માંસાહારથી વ્યક્તિને તેમજસમાજને થતાં નુકસાન અંગે માહિતગાર કરી સમાજમાં અનેરી જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેમજ હાલોલનાBAPS સ્વામિનારાયણ મંદિરના કાર્યકરો આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે દર રવિવારે આવા જ સંસ્કારોનું સિંચન કરતી બાળ -બાલિકા સભા નગરના મંદિરમાં થતી હોય છે તેમજ અમદાવાદમાં આગામી ડિસેમ્બર – જાન્યુઆરી માસમાં બ્રહ્મસ્વરૂ પપ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાનો હોઇ તે માટે આ બાળકો લોકોને આમંત્રિત પણ કરી રહ્યા છે.

Share This Article