પંચમહાલ- ફતેપુરી ગામેથી ટાટા એસી ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલિસે ફતેપુરી ગામેથી ટાટા એસી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો. એકખેપિયાની ધરપકડ કરવામાં આવી છે. હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમીદારપાસેથી ચોક્કસ બાતમી મળતા પોલીસે હાલોલ તાલુકાના ફતેહપુરી ગામે આવેલ ભાથીજીના મંદિર સામેના ખુલ્લા ખેતરમાંછાપો મારી એક ટાટા એડી ગાડી લોડિંગ ટેમ્પોમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ટીન બિયર અનેકવાટરિયાના ૨૨૧ નંગ બોટલો મળી

Panchmahal: A quantity of liquor was seized from a Tata AC vehicle at Fatehpuri village

જેની કિંમત ૨૫,૪૩૦/- રૂ નો વિદેશી દારૂ સાથે હસમુખ માધવસિંહ ચાવડા રહે.લાલબંગલા જીઆઇડીસી હાલોલ નાઓને ઝડપી પાડી વિદેશી દારુ અને ટાટા એસી ગાડી જેની કિંમત ૧,૫૦,૦૦૦/- ૧ મોબાઈલકિમંત ૫૦૦૦/- મળી કુલ ૧,૮૦,૪૩૦/- રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસની રેડ દરમિયાન ટાટા એસી ગાડીનોઅજાણ્યો ચાલક ભાગી છુટયો હતો.જ્યારે ઉપરોક્ત દારૂનો જથ્થો ગેરકાયદે વેચાણ કરવા સારુ મંગાવનાર દિનેશ લક્ષ્મણ પરમાર રહે. ફતેપુરી તાલુકા.હાલોલ અને મોહસીન રહે.મોંઘાવાડા હાલોલનાઓ મળી પોલીસે કુલ ૪ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article