બનાસકાંઠા- ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર, 2ના કરૂણ મોત.બનાસકાંઠાના ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે. પાલનપુરતરફથી આવતા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાતા તુરંત ઘટનાસ્થળે લોકો એકત્રિત થઇ ગયા હતાં. રોંગ સાઈડમાં આવી રહેલીટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે.

Banaskantha- A collision between a truck and a trailer on Deesa overbridge

અકસ્માતમાં ટ્રેલર ડ્રાઇવર અને ક્લિનર સહિત 2નાં મોત નિપજ્યાં છે. માર્કેટયાર્ડમાંજવા માટે જીરું અને ઇસબગુલ ભરેલ ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો.અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બનાસકાંઠાના ધાનેરા-સાચોર હાઈવે પર વીંછીવાડી પાસે રાજસ્થાનની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતસર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકોમાંથી વધુ 2ના મોત થયા છે. જ્યારે અન્ય 2 હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે…

Share This Article