ગોધરા ખાતે “અંગદાન મહાદાન” થીમ પર સાયક્લોથોન યોજાઇ

Subham Bhatt
2 Min Read

વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યુઝ દ્વારા આયોજીત સાયકલોથોન “અંગદાન મહાદાન” થીમ ઉપર એક સાથે રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૩ જૂન એટલે કે વર્લ્ડ સાયકલ ડે આ વર્લ્ડ સાયકલ ડે ની ઉજવણી અનોખી રીતે કરવા માટે મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યુઝ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાયકલોથોનનો મુખ્ય હેતુ અંગદાન મહાદાન આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

A cyclothon on the theme "Organ Donation" was held at Godhra

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પણ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલોથોનમાં શૈલેષભાઈ ઠાકર બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ સાથે મેહુલભાઈ સેવક કે જેઓ અંગદાન ટ્રસ્ટના પંચમહાલ જિલ્લાના ચેરમેન અને ભરતભાઈ બારીઆ કલાકાર સાથે ગુજરાત ગૌરવ પુરસ્કૃત અક્ષય પટેલ પણ જોડાઈને તમામ સાયકલવીરોને ફ્લેગ ઓફ કરાવીને સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

A cyclothon on the theme "Organ Donation" was held at Godhra

ત્યારબાદ આ સાયકલ રેલી ગોધરા શહેરના લાલબાગ ટેકરી થી શરૂ થઈ પોલીસ હેડક્વાર્ટર રોડ,  ચર્ચ સર્કલ, સિવિલ હોસ્પિટલ, વિશ્વકર્મા ચોક, પોલીસ ચોકી નં.૧, મૌલાના આઝાદ રોડ, પોલન બજાર, પોલીસ ચોકી નં.૭, પોલીસ ચોકી નં.૬, ગીદવાણી રોડ, શહેરા ભાગોળ ફાટક, લાલબાગ રોડ, બસસ્ટેન્ડ થઈ  લાલબાગ ટેકરી મેદાન ખાતે  સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે તમામ સાયકલીસ્ટો દ્વારા સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને પુર્ણાહુતિ કરવામાં આવી હતી અને આભાર વિધિ મેહુલભાઈ સેવક દ્વારા કરવામાં આવી હતી.

Share This Article