ભરુચ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગામોને વિવિધ સુવિધાના સાધનોનું વિતરણ કરાયું

Subham Bhatt
2 Min Read

ભરૂચ જિલ્લા પંચાયતના આયોજન માટેની 10 ટકા ગ્રાન્ટમાંથી 29 ઇ વ્હિકલ ફોર ગાર્બેજ (વેસ્ટ) કલેક્શન, 9 તાલુકા માટે ડિવોટરિંગ પંપ અને એક એમ્બ્યુલન્સનું આયોજન કરાયું હતું. ગુરૂવારે 7 ઇ વેસ્ટ કલેક્શન વ્હિકલ આવી જતા 7 ગ્રામ પંચાયતોને ફાળવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નાણાપંચની વર્ષ-20-2021 ની હેઠળની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ડોર-ટુ ડોર ઇ વ્હિકલ ફોર ગાર્બેજ (વેસ્ટ) કલેક્શન વાહનો અર્પણ કરવામાં આવ્યા હતા.

Bharuch District Panchayat distributed various facilities to various villages

ભરૂચ જિલ્લા પંચાયતને નાણાપંચની 10 ટકા રકમ આયોજન માટે મળતી હોય છે. જે યોજના અંતર્ગત વર્ષ- 20-2021 હેઠળ સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહિ થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે. એક પંપની 1 મિનિટમાં 10 હજાર લીટર પાણી પંપિંગ કરવાની કેપેસિટી ધરાવે છે.

Bharuch District Panchayat distributed various facilities to various villages

સાથે સાથે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે દરેક ગામમાં સ્વચ્છતા કેળવાય તે માટે 29 જેટલા ઇ વ્હિકલ ફોર ગાર્બેજ (વેસ્ટ) કલેક્શન વાહનોની ખરીદી કરવામાં આવી છે. જે વાહનો થકી ગામમાં વેસ્ટ કલેક્શન માટે ડોર-ટૂ-ડોર સેવા શરુ કરવામાં આવશે. વાહનો 500 થી 700 કિલો વેસ્ટ એકત્રિત કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આજે 29 પૈકી 7 જેટલા વાહનો આવતા ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અલ્પાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે  ઇલેક્ટ્રિક વાહનો અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ખરોડ પીએચ.સી.ને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article