પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, 18મી જૂને વડોદરામાં કરશે રોડ શો

Subham Bhatt
2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા ખાતેના રોડ શો અંગે ખુદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાણકારી આપી હતી. પીએમ મોદીના વડોદરાના રોડ શોનો માટે ભાજપ મહામંત્રી, વડોદરા શહેરના મેયર, સાંસદ, મ્યુનિસિપલ કમિશ્નર સહીતના અધિકારીઓ દ્વારા આ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીનો વડોદરામાં જ્યાં રોડ શો થવાનો છે ત્યાં સ્ટેજનો શણગાર, રૂટ પર આવતા દબાણો દૂર કરવામાં આવશે. આ મહિનાની 18મી જૂનના રોજ ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસિ મેદાન સુધી ભવ્ય રોડ શો કરશે અને આ રોડ શો 4 કિલોમીટરનો હશે.
Prime Minister Narendra Modi will return to Gujarat, will hold a road show in Vadodara on June 18

રોડ શો બાદ મોદી લેપ્રસિ મેદાનમાં સભાને સંબોધન કરશે. સૂત્રોની માહિતી મુજબ સભામાં અંદાજે 5 લાખ લોકો આવી શકે તેમ છે. પીએમ મોદીની વડોદરાની મુલાકાત લઈને તંત્રએ તડામાર તૈયારી શરુ કરી દીધી છે. પીએમ મોદીના આગમન સમયે ઝંડા લગાવવા, રંગોળી કરવા અને વિસ્તારોને સજાવવા થી લઈ વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે.પીએમ નરેન્દ્ર મોદી મહિલા આવાસ યોજના લાભાર્થીઓને અને મહિલા લાભાર્થીને સંભોધન કરશે. પીએમ મોદીના રોડ શો દરમિયાન કેન્દ્ર સરકારના 8 વર્ષની સિદ્ધિના મોટા મોટા બેનરો લગાડવામાં આવશે અને રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે. પીએમ મોદી વડોદરાની સાથે પાવાગઢ સ્થિત શક્તિપીઠ મહાકાલિક માતાજીના દર્શન કરવા જશે. હાલ ગાંધીનગર ખાતે પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને તૈયારી શરૂ કરી દીધી છે.

Share This Article