ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Subham Bhatt
1 Min Read

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Share This Article