સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

Subham Bhatt
1 Min Read

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશેદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

Share This Article