મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ પાસે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્ર પર હુમલો

Subham Bhatt
2 Min Read

મહેસાણાની દુધ સાગર ડેરીની આજે મળનારી વાર્ષિક સાધારણ સભાપહેલાં મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો. જેમાં મોઘજી ચૌધરીના ભાણેજે હવામાં ફાયરિંગ કર્યું હતું. સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી, તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં સ્વ બચાવમાં ભાણેજે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતુ. ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાંથી મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એક આગોતર કાવતરું હતું. ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે.

Attack on former Vice Chairman Moghji Chaudhary and his son near Mehsana Dudhsagar Dairy Gate

મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાઈડર પ્લાન્ટના મુદ્દાને રદ્દ કરવા માટે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા, એ દરમિયાન આજે સવારે ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરીને ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી પાડવામાં આવી હતી. આ હુમલામાં ગાડીમાં સવાર મોઘજી ચૌધરીના પુત્ર અને ભાણા પર પણ ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોઘજી ચૌધરીના ભાણાએ બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. ​​​​​ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ જતા તેઓને રિક્ષા મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

Share This Article