દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-ભાણવડના અમુક ગામોમાં વાવણીલાયક વરસાદ

Subham Bhatt
1 Min Read

ભાસ્કર ન્યૂઝ|/સુરજકરાડી/દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ભાણવડ અને કલ્યાણપુરના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ હતી.જેમાં અમુક ગામોના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.ઓખા-મીઠાપુર પંથકમાં પણ મૌસમનો પ્રથમ ઘીંગો વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ખંભાળીયા શહેરમાં બપોરના એકાદ વાગ્યાના સુમારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જોરદાર ઝાપટા પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફળી વળ્યા હતા.

Sowable rain in some villages of Khambhaliya-Bhanwad of Devbhoomi Dwarka

અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં આનંદ છવાયો હતો.ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખંભાળીયા તાલુકાના સોનારડી, બેહ, બેરાજા, ભાડથર ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ થયો હતો તેમજ હંજડાપર અને ગોલણ શેરડીના ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળા અને છેલળાઓમાં પૂર આવ્યા હતા તેમજ કલ્યાણપુર તાલુકાના રાણ-લિબંડી, માળી સહિતના ગામોમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયાના જાણવા મળ્યું હતું ભાણવડના ગ્રામ્ય પંથકમાં પણ અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.

Share This Article