અક્ષર વિદ્યા મંદિર, જીવન પરિવર્તન ગૃપ અને યુવા ગ્રીન ફાઉન્ડેશન,મહેસાણા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત ન્યુઝપેપરમાંથી એક લાખથી વધારે પેપર બેગ બનાવવામાં આવી છે. જે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે 200થી વધારે બાળકો ગાંધીજીના વેશમાં મહેસાણાના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને દવાની દુકાનો કરિયાણાની દુકાનો વગેરે જગ્યાએ આ પેપર બેગનું વિતરણ કરશે તેમજ મોઢેરા ચાર રસ્તા થી પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટેની પાંચસોથી વધારે લોકો સાથે જોડાઈને આ ગાંધીયાત્રાનું સમાપન કાવેરી સ્કૂલમાં કરવામાં આવશે પ્લાસ્ટિકના ઝભલાઓ ના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે તો તેને અટકાવવા માટે આ બાળકો રસ્તામાં આવતું પ્લાસ્ટિક પણ સાથે સાથે વીણીને નગરપાલિકાના સહકારથી સફાઇ અભિયાન પણ ઉપાડશે જેમાં આજુબાજુની સોસાયટીના લોકો વાલીઓ સ્વયંસેવક સંસ્થાઓ અભિયાનમાં જોડાશે. તે દિવસે અક્ષર વિદ્યામંદિરમાં રક્તદાન કેમ્પ સવારે યોજાશે જેમાં રક્તદાતાઓ દ્વારા ૧૫૦ જેટલી બોટલો લોહી એકત્ર કરવામાં આવશે.
- Advertisement -
Latest News
- Advertisement -