FYBAમાં પરીક્ષાની જાહેરાત નહીં છતાં હોલ ટિકિટ નીકળી!, ફેકલ્ટી-પરીક્ષા વિભાગ અજાણ

Subham Bhatt
1 Min Read

મ.સ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાં એફવાય બીએની સેમિસ્ટર-2ની ફાઇનલ પરીક્ષા 1 જુલાઇથી લેવામાં આવનાર છે, તેવી સત્તાવાર જાહેરાત પોર્ટલ પર કરવામાં આવી હતી અને હોલ ટિકિટ પણ ડાઉનલોડ થઇ રહી છે. ફેકલ્ટી સત્તાધીશો કે પરીક્ષા વિભાગે સત્તાવાર રીતે પરીક્ષાના ટાઇમ ટેબલની જાહેરાત કરી ન હોવાનું જણાવ્યું છે.આર્ટસ ફેકલ્ટીમાં 1 જુલાઇથી પરીક્ષા લેવાશે તેવી નવા બનાવેલા પોર્ટલ પર જાહેરાત કરવામાં આવી હતી અને હોલ ટિકિટ પણ ડાઉનલોડ થઇ રહી છે. માત્ર શિડ્યૂલ જ ગોઠવવામાં આવ્યું હોવા છતાં પણ હોલ ટિકિટ ડાઉનલોડ થતાં વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે અને સત્તાધીશોને પણ રજૂઆતો કરી હતી.

Hall ticket issued despite no announcement of examination in FYBA !, Faculty-Examination Department Unaware

ફેકલ્ટી સત્તાધીશોએ કે પરીક્ષા વિભાગને આ અંગે જાણ ન હોવાનું જાણવા મળ્યું હતું. કમ્પ્યૂટર વિભાગે તૈયાર કરાયેલું પોર્ટલ ફારસરૂપ સાબિત થઇ રહ્યું છે. ફેકલ્ટી અને પરીક્ષા વિભાગના જાણ બહાર જ પરીક્ષાના ટાઇમ ટેબલ વગર શિડ્યૂલના આધારે જ હોલ ટિકિટ ડાઉનલોડ થઇ રહી છે. વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી કે, 2 જૂનથી જ હોલ ટિકિટ ડાઉનલોડ થઇ રહી છે અને ત્યારબાદ 11 જૂનથી હોલ ટિકિટ ડાઉનલોડ થવાની બંધ થઇ ગઇ હતી.

Share This Article