હિંમતનગર – ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ ધરાવતા જિલ્લામાં દીકરીઓ અવતરતા કરાયું અનોખુ સ્વાગત

Subham Bhatt
1 Min Read

ઢોલ નગારા સાથે ગુલાબની પાંખડીઓ ઉડતી જોઈને તમને લાગશે કે કદાચ આ કોઈ વરઘોડો જઈ રહ્યો છે પરંતુ ના આ વરઘોડો નથી, પરંતુ હિંમતનગરના એક દાદાએ પોતાની નવજાત પૌત્રીઓ પ્રથમવાર ઘરે આવતા તેમને આવકારવા માટે કરેલો આ જલસો છે.સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી યુસુફભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર રહીશાબાનું પઠાણની પુત્રવધૂ રેહમતના કૂખે બે દીકરીઓ અવતરી

Himmatnagar - In the district with the lowest number of girls born in Gujarat, daughters were given a unique welcome

ત્યારે સામાન્ય રીતે સમાજમાં દીકરીના જન્મે લોકો મોઢું મચકોડતા હોય છે. ત્યારે અહીં આ બે દીકરીઓનું ઢોલ નગારા સાથે ઘરે સ્વાગત કરવામાં આવ્યુ યુસુફભાઇના ઘરે   સદફ અને સનાયાનો જન્મ થતા પુત્ર જન્મ કરતાં પણ વધુ ખુશી આ પરિવારમાં જોવા મળી હતી.

Share This Article