કેશોદમાં આદર્શ નિવાસી શાળા દ્વારા યોજાયો કાર્યક્રમ

admin
1 Min Read

બીજી ઓકટોબર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા દ્વારા  સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાર કિલો મીટર દોડીને મુખ્ય માર્ગ તથા આજુબાજુમા આવેલ દુકાનોની આસપાસથી પ્લાસ્ટિક એકત્ર કરી પ્લાસ્ટિકનો નિકાલ કરવામા આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પ્લાસ્ટિક મુક્ત બની સ્વચ્છતા અપનાવવા સંકલ્પ કર્યો હતો. ભારત સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના સંકલ્પમાં સહભાગી બનવા કેશોદની આદર્શ નિવાસી શાળા દ્વારા કચરાનો નિકાલ કરી સ્વચછતા અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહીતના કાર્યક્રમો યોજી ગુજરાત સરકારના ફિટ ઇન્ડીયા પ્રોગીંગ દ્વારા વિદ્યાર્થીઓએ રસ્તાઓમાંથી પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી કચરાનો નિકાલ કરી પ્લાસ્ટિક મુક્ત બનવા અને  સ્વચછતા અપનાવવાના સંકલ્પ લીધા હતા.

Share This Article