જામનગરમાં ગાંધી જયંતીની કરાઈ ઉજવણી

admin
1 Min Read

જામનગરમાં ચાંદી બજાર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને રાજકીય પક્ષના હોદેદારો અને સામાજિક કાર્યકરો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા જન્મ જ્યંતી નિમિતે ફુલહાર ચઢાવવામાં આવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે કાપડની થેળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો પણ કાપડની થેલીઓ લઈ જતા જોવા મળ્યા હતા અને સ્વચ્છતા ઝુંબેશમાં આજના દિવસથી સહયોગ આપવાની પહેલ પણ કરવામાં આવી હતીં. આજે દેશભરમાં રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીની જન્મ જ્યંતિની ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેઓ જાતે જ સફાઈ પણ કરતા હતા. હાલ દેશમાં સ્વચ્છ ભારતની ઝુંબેશ ચાલી રહી છે. ખાસ કરીને પ્લાસ્ટિકના કારણે જીવજંતુ સહિતને ગંભીર અસર થઈ રહી છે. લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ખરતા બંધ થાય અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Share This Article