ગીરસોમનાથ : મગફળી મોટા ભાગના ગામમાં રજીસ્ટ્રેશન ન થયું

admin
1 Min Read

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદવામાં આવનારી મગફળી માટેના રજીસ્ટ્રંશનની પ્રક્રિયાઆજથી શરૂ થઇ છે. ૧લી ઓકટોબર થી શરૂ થયેલી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી ૩૧ ઓકટોબર સુધી ચાલશે. જ્યારે મગફળી ખરીદીની પ્રક્રિયા ૧લી નવેમ્બરથી શરૂ થશે, જે ત્યારબાદ ૯૦ દિવસ સુધી ચાલશે. જો કે, રાજકોટ, જૂનાગઢ, જામગનર, સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓનાં માર્કેટીંગ યાર્ડો અને ગ્રામ પંચાયતોમાં આજે પ્રથમ દિવસે જ ઇન્ટરનેટ કનેટીવિટીનાં અભાવે નોંધણી અટકી પડવા ઉપરાંત પીવાનાં પાણીા જેવી પણ કોઇ જ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ખેડૂતોની મગફળી માટે નોંધણીની તમામ ગ્રામ પંચાયતોને સત્તા આપેલ હોય, જેથી ખેડૂતો રાતભર પંચાયતોની બહાર રાહ જોતા હોય, પણ સવારે ઓનલાઇન નોંધણી કરવાનું સર્વર બંધ થઇ જતાં સાંજ સુધી ખેડૂતોની નોંધણી થઇ ન ોતી તેમજ માર્કેટીંગ યાર્ડોમાં સરકારના અધિકારીઓ કર્મચારીઓએ પણ સર્વર ઠપ થઇ જતાં નોંધણી કરી નહોતી.

Share This Article