સલામ છે આ નારીને! મહિલાને તમે એમ્બ્યુલન્સ ચલાવતા જોઇ છે? અમદાવાદના ગીતાબેન 14 વર્ષથી ચલાવે છે એમ્બ્યુલન્સ

Subham Bhatt
2 Min Read

આપણે એમ્બ્યુલન્સ અને દેડબોડી વેન તો જોઈ જ હશે. એમના ડ્રાઈવરને પણ જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય મહિલાને એમ્બ્યુલન્સ અને ડેડબોડી વેન ચલાવતા જોયા છે? તો ચાલો જાણીએ એક એવી મહિલા વિષે કે જે ચલાવે છે એમ્બ્યુલન્સ…

Salutations to this woman! Have you seen the woman driving the ambulance? Gitaben from Ahmedabad has been driving an ambulance for 14 years

આમ તો આજ કાલ મહિલાઓએ  એવું કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું જેમાં મહિલાઓની ભૂમિકા અગ્રેસરનિન હોય. પરંતુ અહીં વાત છે એક એવી મર્દાની મહિલાની કહાની. જે 14 વર્ષથી એમ્બ્યુલન્સ અને ડેડબોડી વેન  હંકારે છે. એમ્બ્યુલન્સ સેવા માટે પોતાનો ફોન રણકતા જ મહિલા એ કામ હાથમાં લઈ લે છે. તાત્કાલિક સારવાર માટે કણસતો દર્દી હોય કે હોસ્પિટલના બિછાને જિંદગી સાથેનો જંગ હારી ચૂકેલા દર્દીની ડેડ બોડી હોય.

Salutations to this woman! Have you seen the woman driving the ambulance? Gitaben from Ahmedabad has been driving an ambulance for 14 years

અમદાવાદની આ મહિલા તેના પરિવાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ મહિલાએ અત્યાર સુધીમાં 5 હજારથી દર્દી તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે. અમદાવાદમાં રહેતા ગીતા બેન પુરોહિતની આ કહાની છે. જેઓ 14 વર્ષથી પર ખાનગી એમ્બ્યુલન્સ ચલાવે છે.

Salutations to this woman! Have you seen the woman driving the ambulance? Gitaben from Ahmedabad has been driving an ambulance for 14 years

ગુજરાતમાં ઉત્તર થી લઈને દક્ષિણ  પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એબ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે. ગીતા બેન રાત્રે પણ કોલ મળતા તેમની એબ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓ ને નિયત સ્થળે પહોંચાડે છે. ડેડ બોડી વેન લઈને જવું અને તે પણ રાત્રે નીકળવું એ હિમતનું કામ છે.

Share This Article