મહેસાણા : ધરોઈ ડેમમાં પાણીમાં વધારો નોંધાયો

admin
2 Min Read

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે મહેસાણા જિલ્લો તેમજ બનાસકાંઠા અને પાટણના કેટલાક ગામોની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસથી ૧૪૯૪૫ ક્યુસેક પાણીની આવકથઈ રહી છેત્યારે બે દિવસમાં ધરોઈ ડેમ ૬૦૦ ફુટ જેટલી સપાટી પહોંચી છે. અનેડેમમાં હાલમાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ચાલી શકે તેટલોપીવા માટે પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.ઉત્તર ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સિપુ, દાંતીવાડા, મુક્તેશ્વર તેમજ ધરોઈ ડેમ પાણીની નોંધપાત્ર આવકથઈ છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદથી ડેમના ૨૫ જેટલા દરવાજાખોલાયા હતા અનેતે પાણી નદીમાં છોડાયું હતું.

જોકે ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં પડેલ વરસાદને બાદ કરતા સામાન્ય વરસાદ પડયોછે. ત્યારે મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ ખાલીખમ રહેતા નર્મદાનું પાણી ડેમમાં નાખવા ખેડૂત આલમની માંગ ઉઠી હતી. ત્યારે સરકાર દ્વારા નર્મદાનુ પાણીધરોઈ ડેમમાં નાખવામાં આવી રહ્યું છે.ધરોઈ ડેમમાં ઉપરવાસનુ ૧૪૯૪૫ તેમજનર્મદાનુ ૫૫ ક્યુસેક મળી ૧૫૦૦૦ ક્યુસેક પાણીની આવક આજરોજ નોંધાઈ હતી. જોકે આ પાણીની આવકને લઈ ડેમની સપાટી ૬૦૦ ફુટે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી ૬૨૨ ફુટછે. ત્યારે હજુપણ ઉપરવાસમાંથી ૧૪ હજાર ક્યુસેક પાણીની આવક યથાવત રહેતા ભયજનક સપાટી નજીક ડેમની સપાટી નજીકના દિવસમાં પહોંચવાની સંભાવના છે. જોકે ઉપરવાસમાં પડેલ વરસાદની આવક અને નર્મદાના પાણીની આવકના પગલે બે દિવસમાં સપાટીમાં ત્રણ ફુટથી વધુનો વધારો થતા ખેડૂત આલમ સહિત ઉત્તર ગુજરાતવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

Share This Article