પાટણ : સરસ્વતી તાલુકાનો કલાઉત્સવ યોજાયો

admin
2 Min Read

જીસીઈઆરટી ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ પ્રેરિત બીઆરસી સરસ્વતી આયોજિત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ભાટસણ પગારકેન્દ્ર શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી જોધાજી ઠાકોર તાલુકાના લાયઝન અધિકારીશ્રી ડૉ. પીનલબેન ગોરડીયા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રતાજી ઠાકોર, પાટણ જિલ્લા શૈક્ષિક સંઘ સંગઠનમંત્રી શ્રી બાબુભાઇ રબારી, તાલુકા શૈક્ષિક સંઘ મંત્રી શ્રી સુરેશજી ઠાકોર, તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રીઓ, બીઆરપી મિત્રો, પગારકેન્દ્ર ભાટસણના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથાર, અન્ય પેટાશાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફ ગણ, તથા માર્ગદર્શક શિક્ષક શ્રીઓ હાજર રહ્યા. કુલ 48 વિદ્યાર્થીઓ અને ચેસ તથા ક્વિઝ કોમ્પિટિશનમાં 24 શિક્ષકોએ કલાઉત્સવમાં ભાગ લીધો. કલા ઉત્સવમાં આવેલ લક્ષ્મીપુરા(વામૈયા) પ્રાથમિક શાળાની બાળા ઠાકોર સેજલબેન ફુલસંગજીના હસ્તે રીબીન કાપીને કલા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સરસ્વતી તાલુકા તરફથી શિલ્ડ અને પૂર્વ ધારાસભ્ય શ્રી જોધાજી ઠાકોર તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી. ઉપસ્થિત તમામ માટે ભોજનની વ્યવસ્થા ભોજનના દાતા ભાટસણ સીઆરસી કો શ્રી સુરેશજી ઠાકોર દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બાબુભાઇ રબારી દ્વારા કરવામાં આવ્યું. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રતાજી ઠાકોર ના માર્ગદર્શનથી તાલુકા કક્ષાના કલા ઉત્સવ માં સૌપ્રથમ વખત શિક્ષકો માટે ચેસ તથા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્વિઝ કોમ્પિટિશનમાં ચારૂપ શાળાના પ્રણવભાઈ તથા ચેસ સ્પર્ધામાં લક્ષ્મીપુરા (વદાણી) ના સુરેશભાઈ વિજેતા થયા હતા કાર્યક્રમને સફળ બનાવવામાં બ્લોક સ્ટાફ સરસ્વતી, તમામ સી.આર.સી તથા ભાટસણ શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Share This Article