પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ બેસ્યા પ્રતિક ઉપવાસ પર

admin
1 Min Read

પાટણમાં વરસાદી પાણીના નિકાલ સહિતના પશ્રે સોમવારે ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, ઉપપ્રમુખ લાલેશ ઠક્કર સહિત કોંગ્રેસના આગેવાનો અને ચિત્રકૂટ, મહાદેવ નગર સહિત સોસાયટીઓના રહીશો કલેકટર કચેરીમાં સવારે 9 થી 11 વાગ્યા સુધી પ્રતીક ધરણા કરી પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ સામે સૂત્રો પોકારી વિરોધ પ્રદર્શન સાથે રોષ ઠાલવ્યો હતો. રેલ્વે ફાટક આગળ ખાડા પુરી બ્રિજ માટેની દરખાસ્ત કરવા, રખડતા ઢોરો પકડવાની કામગીરી, બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા, આનંદ સરોવરના પાણીના નિકાલનો ગેટ નવો બનાવવા, બ્રહ્માકુમારી કેનાલ ઝડપથી પૂર્ણ કરવા અને હાંસાપુર પમ્પીંગ સ્ટેશનની કામ ઝડપી શરૂ કરવા કલેકટર આનંદ પટેલને આવેદન આપ્યું હતું. સમસ્યા દુર નહી થાય તો આચારસંહિતા દૂર થયા બાદ શહેરીજનો સાથે અચોક્કસ મુદતની ભૂખ હડતાળની ધારાસભ્યે અાવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી.

Share This Article