જુનાગઢ : વિવિધ વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકઠો કરાયો

admin
1 Min Read

દેશભરમાં ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કકાર્યક્રમો યોજાયા હતા. ત્યારે વિસાવદરમા પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમ આપવામા આવ્યો હતો. જેમા શહેરના વિવિધ વિસ્તારમાથી પ્લાસ્ટિક કચરો એકઠો કરવામા આવ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાથી મોટા પ્રમાણમા પ્લાસ્ટિક એકત્રિત કરી યોગ્ય નિકાલ કરવામા આવ્યો હતો અને સફાઇ હાથ ધરવામા આવી હતી. વિસાવદરની  કાલસારી પ્રાથમિક શાળા ખાતે ૧૫૦મી ગાંધીજી જન્મ જ્યંતી નિમિતે પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે વિસાવદર ટી.ડીઓ.પ્રજાપતિ સાહેબ, મામલતદાર ગોસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી રમણિકભાઈ દૂધાત, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, સરપંચ કિશોરભાઈ ભાયાણી, ટી.એલ.એમ.નંદુબેન નદાણીયા, સી.ડી.પી.ઓ મકવાણા હનસાબેન સહિતના લોકોએ હાજરી આપી સહકાર પુરો પડ્યો હતો.

Share This Article