Navratri culture 2022: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ

Subham Bhatt
2 Min Read

Navratri culture 2022:  નવરાત્રિમાં આજે વાત કરીશું સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલા માતાજીની. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે. આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે.

ચામુંડા માતાજીને રણ-ચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને ટે શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છેકે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે.

Navratri culture 2022: Mahashakita appeared as self from Havan Kund in Chotila! Know what history is like

થાનપુરાણ નામના પુસ્તકમાં થયેલા ઉલ્લેખ અનુસાર શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહિંયા ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. તે લોકોને ખુબ પરેશાન કરતા હતા. છેવટે તેમનાથી કંટાળી જઈને ઋષિ મુનીઓએ યજ્ઞ કરીને આદ્યા શકિત માં ની પ્રાર્થના કરી. પછી તે હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા, અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો. જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે.

ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.

અગાઉ ચોટીલા પર ખાચર વંશના રાજાઓનું શાસન હતું. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરના વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ. મહંતશ્રી ગુલાબગિરિ બાપુ ચામુંડા માતાજીની પૂજા-અર્ચના કરતા હતાં. હવે તેમનાં વંશના વારસદારો પરંપરાગત રીતે માતાજીની સેવા-પૂજા કરે છે.

Share This Article