પાટણમાં જામ્યો નવરાત્રીનો રંગ

admin
1 Min Read

નવરાત્રી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાંથી એક છે. 9 દિવસ ચાલનાર આ તહેવારમાં માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાતોનો સમૂહ હોય છે. દરેક દિવસે માં અંબેના 9 અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં બે વખત આવનાર તહેવાર છે. આસો મહિનામાં આવનાર નવરાત્રીને શારદીય નવરાત્રી કહે છે. આસો શુક્લ પક્ષની પહેલી તિથિથી નોમ સુધી નવરાત્રી મનવવામાં આવે છે. ત્યારબાદ વિજયાદશમી એટલે દશેરાનો પર્વ આવે છે. આ વર્ષે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. તો પાટણ શહેરમાં પણ નવરાત્રીનો માહોલ જામ્યો છે. પાટણના વિવિધ મહોલ્લા અને પોળોની નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે શહેરની ગાયત્રી મંદિર સામેની કસ્તુરી નગર લાલભાઈ પાર્કમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માથે સાફા પહેરી ગરબાની રમઝટ બોલાવતા નજરે પડે છે. તો શહેરના હોંસાપુર વિસ્તારમાં આવેલ કૃષ્ણમ રેસિડેન્સી ખાતે પણ નવરાત્રીમાં વિવિધ વેશભૂશા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં સવિશેષ ટ્રાફિકના નિયમો પાલન કરવા ખેલૈયાઓ હેલમેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા.

 

Share This Article