વડોદરા : હરણી – વારસિયા રીંગ રોડ પર સમૂહ ગરબા યોજાયા

admin
1 Min Read

વડોદરાના હરણી – વારસિયા રીંગ રોડ પર આયોજીત સમૂહ ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે નાંના બાળકો,વડીલો,અને યુવક યુવતીઓ પરંપરાગત પહેરવેશમાં ગરબે ઘૂમ્યા હતા. મળતી વધુ માહિતી અનુસાર વડોદરાના હરણી વારસિયા રીંગરોડ પર આવેલી છે. શુભ લક્ષ્મી, વૈભવ લક્ષ્મી અને શ્રી સોસાયટી દ્વારા દર વર્ષ નાનકડા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સિનિયર સિટીઝનો, યુવક યુવતીઓ અને નાના બાળકો ઘરના આંગણે જ ગરબાની મજા માણી શકે તે માટે આ વર્ષે ત્રણ સોસાયટીઓનાં સંયુક્ત ઉપક્રમે સમૂહ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પાંચમા નોરતે મોટી સંખ્યામાં યુવક, યુવતીઓ, નાના બાળકો અને સિનિયર સિટીઝનો, અને વડીલોએ પરંપરાગત પહેરવેશમાં સજ્જ બની ગરબાની રમઝટ બોલાવી હતી.

Share This Article