Connect with us

મહેસાણા

મહેસાણા : વૃષ્ટિ-શિવમને શોધવા પોલીસે 3 ટીમ બનાવી

Published

on

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી વૃષ્ટિના ગુમ થવા મામલે નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાનના ટ્વીટ બાદ જાગેલી પોલીસે વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની શોધખોળ શરૂ કરી છે. વૃષ્ટિના મોબાઈલનું લોકેશન મહેસાણા હોવાની જાણ થઈ છે. જેને પગલે વૃષ્ટિ અને શિવમને શોધવા પોલીસે 3 ટીમ બનાવી છે. જેમાં પીએસઆઇ લેવલના અધિકારી છે. શિવમ અને વૃષ્ટિ બંને ઉવારસદ નજીક આવેલી કોલેજમાં સાથે ભણતા હતા. મહેસાણા લોકેશન પર તપાસ કરવામાં આવી છે.આ ઉપરાંત પોલીસે વૃષ્ટિ ગુમ થયાનું પોસ્ટર લગાવ્યું છે. તેની ભાળ મેળવનારને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. શિવમનો પરિવાર અમેરિકા રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

વૃષ્ટિ શિવમના ઘરે આવી હતી અને ત્યાંથી ગુમ થઈ છે.વૃષ્ટિ જશુભાઈ નામની 23 વર્ષીય યુવતી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. તેના પરિવારજનોએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગુમ થયા મામલે નોંધ કરાવી છે. વૃષ્ટિને શોધવામાં સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન દ્વારા વૃષ્ટિના ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં સોહા અલી ખાને વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે અને તેનો ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા ચિંતા કરી રહ્યાં છે જેથી મદદ કરો અને એક મોબાઈલ નંબર લખ્યો છે. સોહા અલી ખાનના ટ્વીટ બાદ અનેક લોકોએ ટ્વીટ કર્યું હતું જેમાં ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટમાં ટેગ કરી મદદ માંગતા ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને ટ્વીટ કરી આ મામલે તપાસ માટે કહ્યું હતું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

મહેસાણા

મહેસાણા, પાટણ અને બ.કાં. જિલ્લામાં સમયસર પેટ્રોલ, ડીઝલમાં વેટ ડ્યુટી ચલણ ન ભરતાં 583 ડિલર્સ ડિફોલ્ટર

Published

on

Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને આવરી લેતા સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 વિસ્તારમાં આવતા પેટ્રોલ, ડીઝલના ડિલર્સોએ ગ્રાહકો પાસેથી પેટ્રોલ, ડીઝલમાં મેળવેલ સરકારી દર મુજબનો વેલ્યુ એડેડ ટેક્ષનું ચલણ દર મહિના પછીના 12 દિવસમાં કચેરીએ દર્શાવવાનું હોય છે તેમજ તેના રિટર્ન પત્રકો એક મહિનામાં ભરવાના હોય છે.આમ છતાં પેટ્રોલ,ડિઝલના વેટ ચલણ ભરવામાં મોટાભાગે ડિલર્સો ઉદાસીન રહ્યા છે.મે મહિનાના વેટ ચલણો કુલ 694 ડિલર્સો પૈકી માત્ર 111 ડીલર્સે 12 જૂન સુધીમાં ભર્યા છે, જ્યારે 583 જેટલા ડિલર્સ સમયસર વેટ ચલણ ભરવામાં ઉદાસીન રહેતા વેટ ચલણ મામલે આ ડીલર્સો તંત્રના ડિફોલ્ટરની સૂચીમાં આવતા હવે વિલબિંત એક્સાઇઝ(વેટ) ડ્યુટીમાં આ ડીલર્સો પાસેથી 18 ટકા વ્યાજ સાથે વસુલાત માટે નોટિસ આપવાની તજવીજ કરાઇ છે.

Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel

સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 ના સૂત્રોએ કહ્યુ કે, હાલ પેટ્રોલમાં લીટરે રૂ. 13. 70 અને ડીઝલમાં રૂ. 14. 9 એક્સાઇઝ ડ્યુટી લાગુ છે.જેમાં દર મહિને જીએસટી(વેટ) કચેરી મારફતે પેટ્રોલ, ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં સરકારી તિજોરીમાં મહેસાણા વિભાગ 4 વિસ્તારમાંથી રૂ. 10 કરોડની આવક થાય છે.અગાઉ પેટ્રોલ,ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટની રૂ. 12 કરોડ આવક થતી હતી,જે ડ્યુટી ઘટાડા પછી બે કરોડ આવક ઓછી થઇ છે.જેમાં પેટ્રોલ, ડીઝલની એક્સાઇઝ ડ્યુટી સાથે ભાવ પ્રમાણે ગ્રાહકોથી ડીલરો મેળવે તે પૈકી એક્સાઇઝ ડ્યુટી રકમના ચલણો મહીના પછી 12 દિવસમાં ભરવાના હોય છે.સમયસર વેટ ચલણ તેમજ રીટર્ન ભરવા માટે તાજેતરમાં જીએસટીના અધિકારીઓ દ્વારા ડીસા ખાતે ડીસા અને પાટણના પેટ્રોલ પંપ ડીલર્સો સાથે બેઠક યોજીની માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Continue Reading

મહેસાણા

વિજાપુરમાં ખાણીપીણીની લારીઓ સામે પાલિકાની લાલ આંખ, ચેકિંગ કરી દંડ ફટકાર્યો

Published

on

In Vijapur, the red eye of the municipality was checked against the food lorries and fined

વિજાપુર સ્વચ્છ સર્વેક્ષણ 2022 હેઠળ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી નગરપાલિકાના આરોગ્ય સ્ટાફ દ્વારા ખત્રી કુવાના ચક્કર સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પર ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ વાસી ખોરાકનો નાશ કરાયો હતો. તેમજ વેપાર કરતા લોકો સેફ્ટી હાથ મોજા, સેફટી ટોપી પહેરે છે કે નહીં તેની પણ તપાસ કરાઇ હતી.આ ચેકિંગમાં પાંચ જેટલા લારી ધારકોને નિયમોનું પાલન ન કરવા બદલ રૂપિયા 500નો દંડ ફટકારી કાર્યવાહી કરાઈ હતી.

In Vijapur, the red eye of the municipality was checked against the food lorries and fined

જ્યારે વિજાપુર ઓફિસર જયેશ પટેલના જણાવ્યા અનુસાર તમામ વેપારીઓ પોતાના વેપાર-ધંધા પર સ્વચ્છતા રાખવી, ધંધાની આજુબાજુની જગ્યા ચોખ્ખી રાખી, સ્વચ્છતા જાળવી નિયમોનું પાલન કરે નહીં તો હજુ પણ પાલિકા દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.બીજી બાજુ ખાણી-પીણીના વેપારીઓને પુછતા તેઓએ જણાવ્યું કે, વિજાપુરમાં કોઈપણ દુકાનમાં સેફ્ટી કેપ, હાથના મોજા મળતા નથી તેથી અમે આ નિયમ પાળી શકતા નથી.

Continue Reading

મહેસાણા

મહેસાણાના અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં ગેરકાયદેસર ઉઘરાણી મામલે પ્રાદેશિક કમિશ્નરે તપાસના આદેશ કર્યા

Published

on

Regional commissioner orders probe into illegal collection at Atal Sports Center in Mehsana

મહેસાણા પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ કરી બિલાડી બાગ સામે અટલ સ્પોર્ટ્સ સેન્ટરનો વહીવટ ખુબજ નોર્મલ ચાર્જમાં ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ સ્વિમિંગ માટે આવતા સભ્ય પાસે ફી અને અન્ય સર્વિસ ચાર્જન ગેરકાયદે ઉઘરાણા કરતા વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા ચીફ ઓફિસરને તપાસના આદેશ કર્યા છે.

Regional commissioner orders probe into illegal collection at Atal Sports Center in Mehsana

પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિક કલેક્ટર એમ.એસ. ગઢવીએ ચીફ ઓફિસરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, ગત 17 મેંના રોજ કમલેશ સુતરિયાએ અટલ સપોર્ટ સેન્ટરમાં સ્વિમિંગ ફીમાં થતા સર્વિસ ચાર્જન નામે એજન્સી દ્વારા ગેરકાયદેસર ફી ઉઘરાવતા હોવાથી ફરિયાદ કરી હતી. જેની યોગ્ય તપાસ કરી અરજદારને જવાબ આપવા તાકીદ કરી છે.

Continue Reading
Uncategorized12 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized12 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized12 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized12 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized12 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized12 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized12 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized13 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending