મહેસાણા : ઊંઝા ખાતે ડો.એચ એલ ત્રિવેદીને શ્રધ્ધાંજલી

admin
1 Min Read

5000 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર જાણીતા ગુજરાતના કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ. ત્રિવેદીનું અવસાન થયું હતું. દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. છેલ્લાં કેટલાક દિવસથી તેમની હાલત ગંભીર હતી. વર્ષથી તેમની તબિયત લથડી હતી. ત્યારે છેલ્લે તેમને આ દુનિયામાંથી વિદાઈ લીધી હતી. તેમજ ઊંઝા કોટેજ હોસ્પિટલ ઊંઝા ખાતે ડો.એચ એલ ત્રિવેદીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. 2 મિનિટનું મોંન રાખીને સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. હોસ્પિટલનો સ્ટાફ તેમજ સદ્દભવાના ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌને જણાવી દઈએ કે, ડો. એચ.એલ ત્રિવેદી ઉંમરને કારણે મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા હતા. તો તેઓ પાર્કિન્સન્સની બીમારીથી પણ પીડિત હતા. આ ઉપરાંત લીવરની સમસ્યા પણ હતી. નેફ્રોલોજિસ્ટ એવા ડો.એચ.એલ ત્રિવેદી 5000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિક્રમ ધરાવતા હતા. જેથી તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. આ માટે ડૉ. ત્રિવેદીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share This Article