મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં આવેલી ઝોન્સન કંટ્રોલ હિટાચી એરકન્ડિશન બનાવતી કંપનીના નવીન ગ્લોબલ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં ચોથા નંબરનું અને દેશમાં સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટરમાં હવે હિટાચી એરકન્ડિશનનું નામ સામેલ થયું છે. એક સિફટમાં 9 લાખ એરકન્ડિશનનું ઉત્પાદનની ક્ષમતા વાળું સેન્ટર બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં વિદેશી કંપનીનો સૌથી પેહલો એમઓયુ અને ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ફેક્ટરી સાથે કરવામાં આવેલો હતો.
- Advertisement -
Latest News
- Advertisement -