પાટણ : કંબોઇમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી દાડમ પકવતાં પિતા પુત્ર

admin
2 Min Read

જ્યારે ખેડુતની વાત કરવામાં આવે તો ખેડુત દેવાનાં તરે ડુબેલોજ હોય છે. પણ જો વિજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો શુન્યમાંથી પણ સર્જન થઇ શકે છે અને ઓછી જમીન હોય તો પણ વષેઁ લાખો રૂપિયાનો પાક લઇ શકાય છે. ત્યારે આજે આપણે બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં કંબોઇ ગામનાં પ્રગતિશિલ એક એવા પિતા- પુત્રની વાત કરવાં જઇ રહ્યાં છીએ કે ઓછી જમીન ધરાવે છે. પણ દાડમ ની ખેતીમાંથી વર્ષ લાખો રૂપીયાની આવક મેળવે છે. કોણ કહે છે કે ખેડુત લાચાર છે બીચારો છે. જો ધગશ હોય તો નાની જમીનમાંથી પણ મોટી આવક પેદા કરે એનું નામ ખેડુત આવાજ એક પિતા-પુત્ર- ગાંડાજી સોલંકી અને તેમના પુત્ર કુવરસિંહ સોલંકીએ કંબોઇ ચાર રસ્તા પાસે આવેલા ફામઁ ઉપર ઓછી જમીનમાં વિવિધ પ્રકારની વિજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી અલગ અલગ સૌ પ્રથમ વાર પાકનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે. અને અમુક જેવા કે તરબુચ, રીંગળ, મકાઈ, ઙ્રેગન ફ્રુટ જેવા અલગ અલગ પ્રકારનુ નવીન બીયારણ લાવી વૈજ્ઞાનીક ખેતીનો પ્રયોગ કરી આેછી જમીનમાં વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે દાડમની ખેતીમાં તો બહુ મોટી સફળતા મળી છે. ત્યારે કાંકરેજ તાલુકાનાં કંબોઇ ગામના પ્રગતિશિલ ખેડુત ગાંડાજી અને તેમના પુત્ર કુવરસિંહ સોલંકીએ વષઁ 2010 થી દાડમનો બગીચો આેછી જમીનમાં એટલે કે ફક્ત ત્રણ વિઘામાં કરેલો છે. પણ આ ખેડુત દરવષેઁ ત્રણ વિઘા દાડમનાં પાકમાંથી 10 લાખ કરતાં વધુ આવક મેળવે છે. તો આ વષેઁ કાંકરેજ વિસ્તારમાં વધું પડતો વરસાદ થયો હોવા છતાં આ ખેઙુત ત્રણ વિઘા ખેતરમાંથી 20-25 લાખ રૂપીયાની આવક લેવાનુ કહી રહ્યાં છે. ત્યારે આ એક ખેડુતો માટે ઉદાહરણ રૂપ દાખલો છે.

Share This Article