પોલીસ હેડક્વાર્ટરમાં દશેરા નિમિત્તે કરવામાં આવ્યું શસ્ત્રપૂજન

admin
1 Min Read

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. વિજયા દશમી તેમજ નૂતન વર્ષ ના દિવસે કરવામાં આવે છે. મહેસાણા ડીએસપી મનીષ સિંગ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.  મહેસાણા  જિલ્લાના તમામ લોકો સુખ-શાંતિ અને સમૃદ્ધિથી રહે તેમજ જિલ્લા પોલીસ તેમનું રક્ષણ કરવાની ફરજ ન ચૂકશે તે અપીલ પણ કરી હતી.મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજમ કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાય એસ પી વાઘેલા ,એલ સી બી પી આઈ એસ એસ નિનામાં ,આર એસ આઈ એલ.એફ ચૌધરી ,તથા આર એફ આઈ ચૌધરી ઉપરાંત  મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓહાજર  રહ્યા હતા. અને તમામે પારંપરિક રીતે શસ્ત્ર પૂજા કરી હતી. અને શસ્ત્રો ની વિધિસર આરતી ઉતારી પૂજન કર્યું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ દળમાં વિજયા દશમી પર શસ્ત્ર પૂજાની જૂની પરંપરા છે. જેમાં શસ્ત્રોની પૂજા કરીને કાયદાની રક્ષા પ્રતિ સંકલ્પ લેવામાં આવે છે. દશેરાના પવિત્ર દિવસે  મહેસાણા ખાતે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્રપૂજા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારી  દ્વારા શસ્ત્ર પૂજા કરાયા બાદ ઘોડાનું અને ગાડી નું પણ પૂજન કર્યું હતું.

Share This Article