પાટણ શહેરના અનાવાડા દરવાજા પાસે નાનકડા મકાનમાં રહેતા વાંસફોડા પથુભાઈ લાખાભાઈની કલા મન મોહી લે એવી છે.કારીગરોના હાથમાં કુદરતે જે કારીગરી મૂકી હોય છે અને તે કલા દ્વારા જે ચીજવસ્તુઓનું નિર્માણ થતું હોય છે તે સામાન્ય વ્યક્તિના હાથની બાબત નથી. એક સામાન્ય વાંસના બંબુમાંથી આપણે અત્યાર સુધી સાબડી ,સુલ્લા જેવી ચીજવસ્તુઓ બનાવતા કારીગરોને આપણે જોયા હશે પરંતુ વાંસમાંથી કલ્પના કરી ના હોય તેવી ચીજવસ્તુઓ બનાવતા કારીગરોને આપણે ભાગ્યે જ જોયા હશે.આજે વાત કરવી છે એવા જ એક છે વાંસ બનાવટના કારીગરની કે જેણે પોતાના બાપ-દાદા વખતથી ચાલી આવતા પરંપરાગત વાંસની ચીજ વસ્તુ બનાવવાના વ્યવસાયને પોતાની આગવી કળાથી નવું સ્વરૂપ આપ્યું છે.એન.આઈ.ડી અમદાવાદમાં વાંસમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી પોતાના પરંપરાગત વ્યવસાયને આગળ ધપાવી રહેલા વાંસના કારીગરે સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુના વેચાણના સારા ભાવ મળી રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -