મોગરાવાડી મોટા તળાવની ઝાળમાં ફસાયો પોપટ

admin
1 Min Read

મોગરાવાડી મોટા તળાવની ઝાળમાં ફસાયેલા પાળેલા પોપટને બચાવવા જતાં યુવક ડૂબી ગયો હતો. સ્થાનિકોએ યુવકને બચાવવા હોડીથી બહાર કાઢ્યો હતો. જો કે, યુવકનું પાણી પી જવાથી મોત નીપજ્યું હતું. મોગરાવાડી મોટા તળાવની બાજુમાં રહેતા રાજુ પટેલ(ઉ.વ.આ.25)નાનો પાળેલો પોપટ તળાવના વેલાઓમાં ફસાયો હતો. જેથી રાજુ તરીને પોપટને બચાવવા ગયો હતો. જો કે તે વેલાઓમાં ફસાઈ જતાં ડૂબી ગયો હતો. રાજુને સ્થાનિકોએ હોડી લાવીને બચાવવા પ્રયત્ન કર્યો હતો. ઘણા પ્રયત્નો કરવા છતાં રાજુ બચી શક્યો નહોતો. રાજુની દીકરીનો પહેલો જન્મદિવસ 11મીએ ચાર દિવસ બાદ હતો તે અગાઉ રાજુનું અવસાન થતાં માં-દીકરીએ ઘરનો મોભી ગુમાવ્યો હતો.છૂટક મજૂરી કામ કરતો રાજુ તળાવમાં ડૂબતા લોકોને બચાવતો હતો જો કે આજે તે રાજુ તળાવમાં ડૂબી ગયો હતો.

 

Share This Article