મહેસાણા એલસીબીએ ઝડપ્યો દારુનો જથ્થો

admin
1 Min Read

રાજ્ય સરકારની દારુબંધી હોવાના દાવાઓ વચ્ચે વારંવાર દેશી વિદેશી દારૂના જથ્થાઓ ઝડપાતા રહે છે ત્યારે મહેસાણાના વિસનગર પાસે દારુનો જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વિસનગરના ગુંજાળા પાસે વિદેશી દારુનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 7932 દારુની બોટલો ઝડપી પાડી હતી, જેની કુલ કિંમત 11.70 લાખ થવા પામે છે. મળતી માહિતી મુજબ, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધી છે. તેમ છતાં રાજ્યમાં મોટા પાયે દારૂનો વ્યવસાય ધમધમી રહ્યો છે. હાલમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગુજરાતમાં દારુબંધીને લઈ મોટુ નિવેદન આપ્યુ હતું. જ્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી રુપાણીએ પણ ગહેલોતને વળતો જવાબ આપ્યો હતો. ત્યારથી દારુબંધીના વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન વિસનગર ખાતેથી દારુનુ કંટીગ ઝડપાયુ છે. મહેસાણા એલસીબી પોલીસે 11.70 લાખનો દારુનો મુદ્દામાલ તેમજ એક ટ્રક મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દીલિપજી ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે.

 

Share This Article