પોલીસ અધિક્ષક સાહેબ મહેસાણા નાઓની સુચનાથી પોલીસ સ્ટેશન ચાલતી દારૂ તથા જુગાર જેવી અસામાજીક પવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે સંદર્ભે ડી.વાય.એસ.પી સાહેબ મેહસાણા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર જી.એ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.આર.દેસાઈ સાંથલ પોલીસ સ્ટાફ આ દિશામાં કાર્યરત થઇ હતી. તે દરમિયાન મલેક બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ભટારિયા ગામની સીમના ખરાબામાં રેડ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ મળી આવ્યો હતો. વિદેશીદારૂની બોટલો સાથે મશીન સહિત કુલ 80,84,850નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે 169/19 મુજબનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ વેચાય છે.
- Advertisement -
Latest News
- Advertisement -