ફોરેસ્ટર રીનાબેન અને તેના પોલીસ પતિની દબંગગીરી

admin
1 Min Read

તાપી વનવિભાગના ફોરેસ્ટર રીનાબેન અને તેના પોલીસ પતિની દબંગગીરી સામે આવી છે. આ બનાવમાં ગ્રામજનો અને વનવિભાગ વચ્ચે ઘર્ષણ થઈ ગયુ છે. વ્યારાના રાણીઆંબા ગામના જીતેન્દ્ર શંકર ગામીતને માર માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ફોરેસ્ટર રીનાબેન વિરૂદ્ધ થોડા દિવસ પહેલા ફરિયાદ કરાઈ હતી. ગ્રામજનોની રજૂઆત અનુસાર રીનાબેન અને તેના પોલીસ પતિ દ્વારા જીતેન્દ્ર શંકરભાઇ ગામીતને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. જીતેન્દ્ર ગામીતને કમર તથા પગના ભાગે ગંભીર ઇજાઓ થતા સુરત રીફર કરાયા છે. વનવિભાગ દ્વારા તેમની કામગીરીમાં રૂકાવટ કરવાનો આક્ષેપ છે. ઝાંખરી રાઉન્ડમાં ફરજ બજાવતા ફોરેસ્ટર રીનાબેન દ્વારા લાકડા ચોરી તેમજ રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરાતા વિરોધની ઘટના બની હોવાનો રિનાબેને બચાવ કર્યો હતો. જેમાં લાકડાચોરી અને રેતી ખનનમાં 16 જેટલા વાહનો ઝડપી 25 જેટલા ગુનેગારો પાસે 2 લાખ જેટલા દંડની વસુલાત કરાતા વિરોધ ઉભો કરાયો હોવાનો વનવિભાગનો આક્ષેપ થઈ રહ્યો છે.+

Share This Article