મહેસાણા : પોલીસ સાથે યોજાઈ આર્મીની ફ્લેગ માર્ચ

admin
1 Min Read

ખેરાલુ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચુંટણી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈ મહેસાણા જિલ્લા પોલીસ સાથે આર્મીની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.  ખેરાલુ પીઆઈ ચૌધરીની દેખરેખ હેઠળ પીએસઆઈ પ્રસાદ અને જવાનો સાથે આર્મીની બટાલિયને માર્ચ યોજી હતી. સાથે જ પોલીસ મથકથી ખોખરવાડા મેઈન બજાર બસ સ્ટેન્ડથી દેસાઈવાડા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. મહત્વનું છે કે, રાજ્યની થરાદ, ખેરાલુ, રાધનપુર, અમરાઈવાડી, લુણાવાડા, બાયડ એમ છ બેઠક ઉપર પેટાચૂંટણી જંગ જામશે.  ચૂંટણીમાં 6 જનરલ ઓબ્ઝર્વર, 6 ખર્ચ નિરીક્ષકોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. તેમજ મહેસાણાની ખેરાલુ પેટાચુંટણી માટે શ્રમયોગીઓ, કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારથી વંચિ ન રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુસર ૨૧ ઓક્ટોબર મતદાનના દિવસે ખેરાલુ મત વિસ્તારમાં સવેતન રજા જાહેર કરવામાં આવી છે.

Share This Article