પાટણના ખાટકીવાડાનો બનાવ, જીવદયા પ્રેમીઓએ 25 બકરીઓને બચાવી

admin
1 Min Read

સમગ્ર દેશભરમાં સોમવારે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. 12 ઓગસ્ટના રોજ દેશભરમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો આ દિવસને ખાસ ઉત્સાહ સાથે ઉજવે છે. આ દિવસની તૈયારીના ભાગરૂપે ઠેરઠેર બકરા બજાર પણ સજ્જ થઈ ચુકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બજારોમાં બકરાની ઊંચી ઊંચી બોલી લગાવવામાં આવી હતી. આ તહેવારને મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે બકરી ખુદાને અર્પણ કરવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા બકરી ઈદનો વિરોધ પણ કરવામાં આવે છે. ત્યારે પાટણમાં જીવદયા પ્રેમીઓ દ્વારા 25 જેટલી બકરીઓને બચાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાટણના ખાટકીવાડા વિસ્તારમાં જીવદયા પ્રેમીઓ દ્વારા દુકાન માલિકોને બકરીની કિંમત ચુકવીને નિર્દોષ જીવોને બચાવી લેવાયા હતા.

Share This Article