થાઈ સ્પામાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ – બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી

admin
1 Min Read

રાજ્યના અનેક શહેરોમાં સ્પાની આડમાં ગોરખધંધો ચલાવવામાં આવતો હોય છે.મહેસાણાના વિસનગર રોડ ઉપર આવેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પા મા ચાલતા ગોરખ ધંધાનો મહેસાણા પોલીસે રેડ કરીને પર્દાફાશ કર્યો છે. મહેસાણા DYSP મંજીતા વણઝારા અને તેમની ટીમે રેડ કરીને સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી છે. અને ધ ગ્રાન્ડ થાઈ સ્પાના મેનેજર અને મલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બંને યુવતીઓ પાસેના પાસપોર્ટ અને વર્ક પરમીટ અંગેની તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

પોલીસે પહેલા અહીં ડમી ગ્રાહક મોકલ્યો હતો અને અહીં ચાલતા ગોરખ અનૈતિક ધંધાની ચકાસણી કરીને રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ડીવાયએસપી મંજિતા વણઝારાએ જણાવ્યું કે, ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં અમે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં સ્પા નહીં પરંતુ અનૈતિક દેહવ્યાપારની કામગીરી ચાલતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. હાલ યુવતીઓને રેસ્ક્યુ કરીને તેમના પાસપોર્ટની તપાસ કર્યા બાદ જો તેમની પાસે વર્કપરમીટ નહીં હોય તેમની સામે ફોરેને એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આ થાઈસ્પાનો મુખ્ય સંચાલક કોણ છે તેને પણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article