અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ફ્રેન્ડ મોરલા ગ્રુપ પાટણ દ્વ્રારા આયોજિત દાંડિયા રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો. પાટણ એમ એન સ્કુલ ગ્રાઇન્ડ ખાતે દાંડિયા રાસ ગરબા કાર્યક્રમ ગુજરાતી સંસ્કૃતિ ઉજાઞર કરતા અવનવા વેશ ભૂસા સાથે યુવા ખેલયાઓ એ મન મૃકી દાંડિયા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. નીકુલભાઈ પટેલ, નરેશભાઈ ઠાકોર, રોહિત ભાઈ પટેલ વગેરે અખિલ ભારતીય યુવા વિધાર્થી પરિષદ ગ્રુપ યુવાનોએ ભારે જહેમતથી દાંડિયા રાસ ગરબાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. બળિયા હનુમાન ટ્રસ્ટી બ્રહ્મ સમાજ પાટણ પ્રમુખ હરેશભાઈ વ્યાસ, અમદાવાદ બ્રહ્મસેવક ગ્રુપ રિતેશભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ દવે, પરશુરામ સેના, પાટણ જોનભાઈ વગેરે મહાનુભાવોએ દાંડિયા રાસ કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સુંદર કામગીરી બિરદાવી હતી. આયોજકો દ્વારા શહેરની બહેરા મૂંગા શાળાના 50 થી વધુ બાળકોને કલબમાં લાવી સન્માનભેર ગરબે રમાડી નવરાત્રીની પર્વનો એહસાસ કરાવ્યો હતો અને બાળકો ગરબે ઘૂમી ગરબાનો આંનદ માણ્યો હતો ત્યારે જોવા આવનાર સો લોકોએ નવરાત્રીમાં આંનદ ઉત્સવની સાથે બાળકોને રમતા નિહાળી તેમના સેવાકીય કાર્યનેબિરદાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -