મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ – કરવા ચોથ : 17 ઓક્ટોબર

admin
1 Min Read

ભારતભરમાં મહિલાઓ દ્વારા પતિના સુખ માટે આસો વદ ચૌથએ કરવા ચૌથનું વ્રત કરવામાં આવે છે. પરણિત સ્ત્રીઓ પોતાના પતિ માટે અને કુંવારી સ્ત્રીઓ સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે આ દિવસે નિર્જળા વ્રત કરે છે અને ચંદ્રની પૂજા કર્યા બાદ પોતાનું વ્રત ખોલે છે

 

કરવા ચૌથની શરૂઆત સાવિત્રીના પતિવ્રતા ધર્મ સાથે થઇ હતી. સાવિત્રીએ તેના મૃત્યુ પામેલા પતિને યમરાજ પાસેથી ફરી પ્રાપ્ત કર્યો હતો અને બીજી કહાની પાંડવોની પત્ની દ્રૌપદીની છે. વનવાસ કાળમાં અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરીના પર્વત ઉપર ગયા હતા ત્યારે દ્રૌપદીએ તેની રક્ષા માટે ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગી હતી કૃષ્ણએ દ્રૌપદીને એ જ વ્રત કરવા માટે કહ્યું હતું જેવું માતા પાર્વતી એ ભગવાન શિવ માટે કર્યું હતું. દ્રૌપદી એ તે ઉપવાસ કર્યો અને થોડા સમય બાદ અર્જુન સુરક્ષિત પરત ફર્યો હતો

કરવા ચૌથનું વ્રત પરણિત મહિલાઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે કરવા ચૌથનું વ્રત 17 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મહિલાઓ પતિના લાંબા સુખમય આયુષ્ય માટે વ્રત કરે છે. આ વ્રત સવારે સૂર્યોદયથી શરુ થાય છે અને સાંજે ચંદ્રોદય થાય ત્યાં સુધી રાખવાનું હોય છે. સાંજે ચંદ્રની પૂજા કરી પરણિત મહિલાઓ પતિના હાથથી પાણી પીને વ્રત ખોલે છે અને કુંવારી કન્યા ચંદ્રની પૂજા કરી વ્રત ખોલે છે.

 

Share This Article